SQAC અંતર્ગત “AI, Innovation & Quality in Higher Education” વિષય પર એકદિવસીય સેમિનારનું આયોજન

10/09/2026

સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ, કપરાડા ખાતે “AI, Innovation & Quality in Higher Education” વિષય પર એકદિવસીય વર્કશોપ યોજાયો

 

કપરાડા, તા. ૧૦ સપ્ટેમ્બર, ૨૦૨૬:

 

સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ, કપરાડા, જિલ્લા વલસાડ ખાતે શિક્ષણ વિભાગ, ગુજરાત સરકારના Knowledge Consortium of Gujarat (KCG),અમદાવાદ તથા અત્રેની કોલેજના SQACના સંયુક્ત ઉપક્રમે “AI, Innovation & Quality in Higher Education” વિષય પર એકદિવસીય વર્કશોપનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. વર્કશોપનો મુખ્ય ઉદ્દેશ ઉચ્ચ શિક્ષણમાં કૃત્રિમ બુદ્ધિમત્તા (AI), સંશોધન, નવીનતા, ગુણવત્તાયુક્ત શિક્ષણ અને સંસ્થાકીય શ્રેષ્ઠતાના વિવિધ પાસાઓ અંગે વિદ્યાર્થીઓ અને શૈક્ષણિક સમુદાયમાં જાગૃતિ અને કૌશલ્ય વિકસાવવાનો હતો.

 

કાર્યક્રમમાં Knowledge Consortium of Gujarat (KCG)ના CEO તથા Higher Educationના Commissioner શ્રી દિલીપકુમાર રાણાના માર્ગદર્શન હેઠળ અને કોલેજના આચાર્ય શ્રી મનોજકુમાર પી. પટેલના માર્ગદર્શન અને અધ્યક્ષસ્થાને કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

 

વર્કશોપના પ્રથમ સત્રમાં “Curiosity to Creativity: The Journey of Research and Innovation” વિષય પર Atmiya University, Rajkotના Department of Biotechnologyના Associate Professor ડૉ. પ્રીતમ જોશી દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમણે વિદ્યાર્થીઓને સંશોધન અને નવીનતાની પ્રક્રિયા, જિજ્ઞાસાથી સર્જનાત્મકતા તરફની યાત્રા તથા ઉચ્ચ શિક્ષણમાં સંશોધનના મહત્વ વિશે વિસ્તૃત માહિતી આપી હતી.

 

બીજા સત્રમાં “Excellence in Teaching, Learning & Innovation: Strengthening Quality for NAAC Accreditation” વિષય પર Atmiya University, Rajkotના Centre for Total Quality Managementના Director ડૉ. રવિ એસ. ટાંક દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમણે ગુણવત્તાયુક્ત શિક્ષણ, Outcome-Based Education, ગુણવત્તા સંસ્કૃતિ, દસ્તાવેજીકરણ, Evidence-Based Practices, IQAC તથા NAAC Accreditation માટેની તૈયારી અંગે ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

 

વર્કશોપ દરમિયાન વિદ્યાર્થીઓ તથા સહભાગીઓએ વિવિધ શૈક્ષણિક અને ગુણવત્તા આધારિત પ્રવૃત્તિઓમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કાર્યક્રમના અંતે સક્રિય ભાગ લેનાર વિદ્યાર્થીઓને Certificate of Active Participation એનાયત કરવામાં આવ્યા હતા.

 

સમગ્ર કાર્યક્રમનું આયોજન SQACના સંયોજક પ્રા. કેવલ એસ. પટેલ તથા આયોજન સમિતિના સભ્યો ડૉ. ભરત એમ. સહાણી, ડૉ. મેઘના ધરાણે, શ્રી અનિશ સી. ગામીત, શ્રી અમિતકુમાર એન. પરમાર અને શ્રી સંદીપ એન. ટંડેલના સહયોગથી કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા કોલેજના અધ્યાપકગણ, કર્મચારીઓ અને વિદ્યાર્થીઓએ સક્રિય સહયોગ આપ્યો હતો. 

 

વધુમાં, આજે કોલેજ ખાતે દાતાશ્રી દ્વારા ભેટરૂપે પ્રાપ્ત થયેલા આશરે ૧૦૦ પુસ્તકોના માધ્યમથી “તરતાં પુસ્તકો” (Floating Books) નામની અનોખી Best Practiceનો પ્રારંભ કરવામાં આવ્યો.

આ પહેલનો હેતુ “પુસ્તક એકનું, જ્ઞાન અનેકનું”ના વિચાર સાથે પુસ્તકોને વધુમાં વધુ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડી વાંચન સંસ્કૃતિને પ્રોત્સાહન આપવાનો છે. 

 

આ વર્કશોપના સફળ આયોજનથી કોલેજમાં AI આધારિત શિક્ષણ, સંશોધન અને નવીનતા તથા ગુણવત્તા સંવર્ધન માટેની દિશામાં એક મહત્વપૂર્ણ પહેલ હાથ ધરાઈ છે. જે બદલ કૉલેજમાં આચાર્યશ્રી મનોજકુમાર પી. પટેલ દ્વારા તમામ અધ્યાપકો તથા વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી પ્રોત્સાહિત કર્યા હતા.