"સંસ્કૃત ગૌરવ યાત્રા" દ્વારા સંસ્કૃત અને સંસ્કૃતિ વિશે માહિતી આપતી જનજાગૃતિ યાત્રા

20/08/2026

સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ, કપરાડાની સપ્તધારા અને સંસ્કૃત વિભાગના સંયુક્ત ઉપક્રમે સંસ્કૃત ગૌરવ સપ્તાહ અંતર્ગત "સંસ્કૃત ગૌરવ યાત્રા" દ્વારા સંસ્કૃત અને સંસ્કૃતિ વિશે માહિતી આપતી જનજાગૃતિ યાત્રા યોજવામાં આવી હતી. જેમાં સંસ્કૃતના શ્લોકો અને સંસ્કૃત સાહિત્યના અમરપાત્રો તથા વેદો અને પુરાણો સાથે વિદ્યાર્થીઓએ સમગ્ર કપરાડા તાલુકા ખાતે કપરાડા કોલેજથી સમગ્ર બજારમાં ફરીને સંસ્કૃત અને સંસ્કૃતિ વિશે ગામજનોને માહિતગાર કર્યા હતા.