Udisha Placement Cell અને NTFના સંયુક્ત ઉપક્રમે "JOYFUL MINDS" વિષય પર સેમિનારનું સફળ આયોજન
સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ, કપરાડા ખાતે Udisha Placement Cell અને NTFના સંયુક્ત ઉપક્રમે "JOYFUL MINDS" વિષય પર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓમાં હકારાત્મકતા વિકસાવવી અને મેન્ટલ હેલ્થ બાબતે સજાગ બનાવવા માટેનો હતો. મુખ્ય વક્તા તરીકે વલસાડ જિલ્લાના નામાંકિત કાઉન્સેલર અને મોટીવેશનલ સ્પીકર શ્રી ગૌરાંગ પટેલ દ્વારા વિદ્યાર્થીઓને તથા સમગ્ર કોલેજ પરિવારને વિવિધ પ્રવૃત્તિઓ તથા મેડીટેશન સાથે હકારાત્મક અભિગમ વિકસાવવા બાબતે પ્રેરણા પૂરી પાડી હતી.